Site icon Revoi.in

પીએમ મોદીની  બિહારને 9 હાઈવે પ્રોજેક્ટ સહિત ‘ઘર સુઘી કેબલ’ યોજનાઓની ભેટ

Social Share

વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર તરફથી બિહારને એકથી અનેક ભેટ મળવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ  સોમવારના રોજ વર્ચુઅલ રેલી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાત બહુ પ્રતિષ્ઠ રસ્તા અને પુલ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓની કુલ કિંમત 14 હજાર 287 કરોડ આંકવામાં આવી રહી છે. દિવસના 12 વાગ્યે આ  શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.

પીએમ મોદીએ બિહારના 46 હજાર જેટલા ગામોને ઓપ્ટિકલ ફાઇબર ઈવન્ટરનેટ સેવાઓથી જોડનારા ડોર ટુ ડોર ફાઇબર યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.આ સાથે જ 9 હાઈવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું છે.

 

બિહારના સીએમ નિતીશ કુમારે પીએમ મોદીનો આભાર માન્યો

આ પ્રસંગે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ યોજનાઓ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. નીતીશ કુમારે કૃષિ બિલ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે આ બાબતે કહ્યું કે રવિવારે રાજ્યસભામાં જે કંઈ થયું  તે ખોટું છે. આ બિલ ખેડૂતોના હિતમાં છે. નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં એપીએમસી એક્ટને હટાવતા સમયે બિહાર વિધાનસભામાં વિપક્ષે ઘણો હંગામો મચાવ્યો હતો. વિરોધ પક્ષના લોકો સદનમાંથી ભાગી ગયા હતા, પરંતુ અમે કાયદો લઈને જ લાવ્યો. હવે આ કાયદો દેશ કક્ષાએ બનાવવામાં આવી રહ્યો છે.

નીતીશ કુમારે કહ્યું કે બક્સર ગાઝીપુરથી વધુ દૂર નથી. જો બક્સર હાઈવે દ્વારા ગાઝીપુર સાથે જોડવામાં આવે  તો બિહાર પૂર્વાંચલ એક્સપ્રેસ વેના માધ્યમથી દિલ્હી સાથે જોડાઈ જશે.  મારો આ બાબતે આગ્રહ છે કે, બક્સરને ગાજીપુર સાથે જોડવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે લખનૌથી ગાઝીપુર સુધીનો 8-લેન રસ્તો બક્સર સાથે જોડવામાં આવે, મારી વડા પ્રધાનને આ વિનંતી છે. આ કાર્ય પૂર્ણ થતા બિહારને ઘણો મોટો ફાયદો થશે. ગાઝીપુરથી બક્સરનું અંતર માત્ર 17-18 કિલોમીટર છે.

નીતીશ કુમાર પહેલાં બિહારના ડેપ્યુટી સીએમ એવા સુશીલ મોદીએ પણ કહ્યું હતું કે, રાજ્યમાં માર્ગ નિર્માણ પાછળ મહત્તમ રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. આજની યોજનાઓમાં આ પેકેજના નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં ગંગા ઉપર 17 પુલ જોવા મળશે. 53 વર્ષમાં કોસી નદી ઉપર માત્ર એક જ પુલ બનાવવામાં આવ્યો છે.

સાહીન-