Site icon Revoi.in

પીએમ મોદી એ વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટનું કર્યું ઉદ્ઘાટન – કહ્યું, ‘ગ્લોબલ સાઉથ વૈશ્વિક પડકારો માટે જવાબદાર નથી”

Social Share

દિલ્હીઃ-આજરોજ ગુરવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને  સંબોધિત કર્યું હતું, પીએમ મોદીએ  કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે હું આ સમિટમાં તમારું સ્વાગત કરી રહ્યો છું.તમારો આભાર વ્યક્ત કરું છું અને કહ્યું હતું કે ભારતે હંમેશા તેનો વિકાસલક્ષી અનુભવ ગ્લોબલ સાઉથના તેના ભાઈઓ સાથે શેર કર્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે અમે વિદેશી શાસન સામેની લડાઈમાં એકબીજાને ટેકો આપ્યો હતો અને અમે આ સદીમાં ફરી એક નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરી શકીએ છીએ જે આપણા નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરશે.

ઉલ્લેખનીય છે કે  આ સમિટનો હેતુ એકતાનો અવાજ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અન્યો વચ્ચે સંઘર્ષ, યુદ્ધ અને આતંકવાદને કારણે ઉદ્ભવતા વિવિધ વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વિશ્વ સંકટની સ્થિતિમાં છે અને અસ્થિરતાની આ સ્થિતિ કેટલો સમય ચાલશે તે આગાહી કરવી મુશ્કેલ છે.આવી સ્થિતિમાં આપણું (ગ્લોબલ સાઉથ) ભવિષ્ય સૌથી વધુ જોખમમાં છે. ત્રણ ચતુર્થાંશ માનવતા આપણા દેશોમાં રહે છે. ભારતે હંમેશા તેનો વિકાસ અનુભવ ગ્લોબલ સાઉથ સાથે શેર કર્યો છે. અમારી વિકાસ ભાગીદારી તમામ ભૌગોલિક વિસ્તારોને આવરી લે છે અને વૈવિધ્યસભર છે. જેમ જેમ ભારત આ વર્ષે તેની G20 પ્રેસિડેન્સીની શરૂઆત કરે છે, તે સ્વાભાવિક છે કે અમારું લક્ષ્ય વૈશ્વિક દક્ષિણનો અવાજ બનવાનું છે.

આ સહીત પીએમ મોદીએ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટમાં તેમની શરૂઆતની ટિપ્પણીમાં ખોરાક, ઈંધણ અને ખાતરની વધતી કિંમતો, કોવિડ-19 ની આર્થિક અસર તેમજ આબોહવા પરિવર્તનને કારણે કુદરતી આફતો પર ચિંતા વ્યક્ત કરી હતી.