Site icon Revoi.in

પીએમ મોદીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાન મોદીએ ભારતની વિકાસગાથા પર પ્રકાશ પાડ્યો હતો અને દેશના વિકાસના એજન્ડાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ ભારતની સફળતાની ગાથાને આગળ વધારવા અને ભારતની સફળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરવામાં ભારતીય ડાયસ્પોરાના અમૂલ્ય યોગદાનની પણ પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે રવિવારે જર્મનીની બે દિવસની મુલાકાતે છે. તે G-7 અને તેના સહયોગી દેશોના નેતાઓ સાથે ઊર્જા, ખાદ્ય સુરક્ષા, આતંકવાદ વિરોધી, પર્યાવરણ અને લોકશાહી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.