Site icon Revoi.in

પીએમ મોદી ભગવાનનો અવતાર છે,તેઓ ઈચ્છે તો આજીવન સુધી બની રહે વડાપ્રધાન – યુપીના શિક્ષણમંત્રી ગુલાબ દેવી

Social Share

લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના લોકપ્રિય નેતા છે એટલું જ નહી તેઓ વિદેશમાં પ ણલોકપ્રિય બન્યા છે ,તેઓ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમના કાર્યોને લઈને સતત લોકપ્રિયતા મળએવી રહ્યા છએ ત્યારે વિતેલા દિવસે ઉત્તરપ્રદેશના શિક્ષણમંત્રી ગુલાબ દેવીએ પીએમ મોદીની સરહાવના કરચતા જે કહ્યું છે તે વાત હવે ખૂબ પ્રસંશનીય બની ચૂકી છે,

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના શિક્ષણ મંત્રી ગુલાબ દેવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પરથી કોઈ હટાવી શકે નહીં. તેઓ ઈચ્છે ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહી શકે છે.

આથી વિશેષ તેમણે પીએમ મોદી વિશે કહ્યું કે  જ્યારે તેઓ ઇચ્છે છે, તે ઘંટડી વગાડી દે છે, જ્યારે તે ઇચ્છે છે, તે મંજીરા વગાડી છે. ગુલાબ દેવી યોગી કેબિનેટના પ્રખ્યાત ચહેરાઓમાંથી એક છે. તેઓ યોગી સરકારમાં સ્વતંત્ર પ્રભાર સાથે શિક્ષણ મંત્રીના પદ પર છે.

ગુલાબ દેવીએ વડાપ્રધાન મોદીની પ્રશંસામાં ઘણી વાતો કહી  તેમણે કહ્યું કે પીએમ મોદી ભગવાનના અવતારમાં છે. તેમની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. આ અટકળોને કારણે તેઓ વડાપ્રધાન પદ છોડવાના નથી. બીજી કોઈ વ્યક્તિ આવવાની નથી. અટકળો સાથે લેવાદેવા ઓછી છે. તે એક અસાધારણ વ્યક્તિત્વ છે હું કહીશ કે તે  ભગવાનનો અવતાર છે.ભગવાને તેને પોતાના પ્રતિનિધિ તરીકે અહીં મોકલ્યા છે.

જ્યારે પત્રકારોએ ગુલાબ દેવીને પૂછ્યું કે ઘણા નેતાઓ દેશમાં લઘુમતી વડા પ્રધાન બનાવવાની વકાલત કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું, આ લોકશાહી છે, અહીં કોઈ પણ ભાષણ કરી શકે છે, કોઈ પ્રતિબંધ નથી. અમે આને વધારે મહત્વ આપતા નથી અને વડાપ્રધાન મોદી અવતારના રૂપમાં છે.