Site icon Revoi.in

પીએમ મોદીએ ઝાંસીમાં બનેલ ‘રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલય’નું ઓનલાઈન લોકાર્પણ કર્યું

Social Share

 

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ, દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ ક્ષેત્રમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, ખડૂતોને અનેક સહાય આપવામાં આવે છે, અનવની ટેકનીક વિકસાવવામાં આવે છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ટરાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયટની શરુઆત થવા જઈ રહી છે, જે દેશ માટે તેમજ ખેતી સાથે જોડાયેલા લોકો માટે અને દેશની આવનારી પેઢી માટે ખુબ જ આશિર્વાદ સમાન બનશે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં બનેલ ‘રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’ના શૈક્ષણિક અને વહીવટી ભવનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું સંબોધન કરતા વખતે પીએમ મોદીએ કહ્યું કે, “ઝાંસી ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાનું એક લક્ષ્ય એ પણ છે કે, દેશના ખેડુતોને સાહસિક બનાવી શકાય, તે સાથે જ તમામ ખેડૂતો ઓર્ગોનિક ખેતી સાથે જોડાય શકે અને પોતાના ઓર્ગોનિક ઉત્પાદનને વૈશ્વિક સ્તરે તૈયાર કરે”.

આ કાર્યક્રમ વખતે વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે, “વર્તમાન સમયમાં યુનિવર્સિટીની પાસે ઝાંસીમાં કૃષિ કોલેજ અને બાગાયતી અને વનવિદ્યાલય છે. દાતીયામાં વેટરનરી અને એનિમલ સાયન્સ અને ફિશરીઝની એક કોલેજન પણ સ્થાપના થવાની છે”.

ઉલ્લેખનીય છે કે, ઝાંસીમાં બનેલ આ યુનિવર્સિટીમાં અદ્યતન સાધનોથી સજ્જ ક્લાસરુમ અને અદ્યતન પ્રયોગશાળાઓ પણ છે, આ સાથે અનેક નવી તકનીકી સુવિધાથી ઉત્તમ માળખા વાળી ઇમારત સજ્જ કરવામાં છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન શિક્ષણ પ્રણાલીમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનોખું છે. યુનિવર્સિટીએ 2014 માં કૃષિ અને વર્ષ 2016મા બાગાયતી અને વનીકરણમાં સ્નાતક કાર્યક્રમની શરુઆત કરી હતી, વર્ષ 2018મા અનુસ્નાતક વર્ગોમાં સંશોધન કરવાની શરુઆત કરવામાં આવી હતી.

આ વિશ્વ વિદ્યાલય પર્યાપ્ત માત્રામાં ગુણવત્તાસર બીજોની સમય પર ઉપલ્બ્ધતા નક્કી કરવા માટે કઠોળ, તેલીબિયાં અને બાજરોનાં ત્રણ બીજ કેન્દ્રોની સ્થાપના કરી છે, આ ઉપરાંત, ઇએલપી દ્વારા વિદ્યાર્થીઓને બીજ ઉત્પાદન, મશરૂમની ખેતી અને વન ઉત્પાદનો પર પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી રહી છે.

સાહીન-