Site icon Revoi.in

પીએમ મોદીએ ચૂંટણી યોજાનારા રાજ્યોને તમામ પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવાના આપ્યા આદેશ

Social Share

દિલ્હીઃ- દેશમાં આગામી વર્ષમાં 5 રાજ્યોમાં ટૂંટણી યોજાનાર છે ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને જે તે સંબંધિત રાજ્યોની પરિયોજનાઓને સમયસર પૂર્મ કરવાના દિશા નિર્દેશ આપ્યા છે.

પીએમ મોદી એ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ તાકાત લગાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીએ આ સપ્તાહે ચૂંટણી રાજ્યોને લગતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ માટે એક નિર્દેશ જારી કર્યો હતો.

પીએમ મોદી આ મામલે આવનારા મહિનામાં ફરી એક વખત ચૂંટણી રાજ્યો સંબંધિત પયોજના પ્રગતિની સમીક્ષા કરશે. પીએમ મોદી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાજકીય નુકસાનની આશંકા વચ્ચે જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે.

આવનારા વર્ષના આરંભે જ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાંથી પીએમનું મુખ્ય કેન્દ્ર ઉત્તર પ્રદેશ હશે. આ સાથે જ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં જાટ બિરાદરીની અગ્રણી ભૂમિકાને કારણે, ભાજપ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અસ્વસ્થ સ્થિતિમાં જોવા મળે છે.જેને લઈને ભાજપનું પ્રચાર જોર આ વિસ્તાર પર રહેશે.

હાથરસમાં મુરસાન રાજકારણના જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહનું વ્યક્તિત્વ ભાજપની રણનીતિ સાથે મળતું આવે છે. 2015 માં અફઘાનિસ્તાનમાં ભારતની વચગાળાની સરકાર બનાવનાર રાજા સિંહે મહાત્મા ગાંધીને મોહમ્મદ અલી ઝીણા વિશે ચેતવણી આપી હતી. પછી ગાંધીને લખેલા એક પત્રમાં, રાજાએ ઝીણાને ઝેરી સાપ ગણાવતા તેમને અપનાવવાની સૂચના આપી હતી. બાદમાં તેમણે અફઘાનિસ્તાનમાં જ આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિઓ શરૂ કરી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલન દ્વારા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર જાટ અને મુસ્લિમ સમુદાયને સાથે લાવવા માટે રાજકીય અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને અસંતુષ્ટોને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

Exit mobile version