Site icon Revoi.in

જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર પીએમ મોદીએ શ્રદ્ધાંજલી આપીઃ કહ્યું ‘ આજે પણ તેમના વિચાર લોકોને પ્રેરણા આપે છે’

Social Share

 

દિલ્હીઃ- ભારતીય જન સંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે. તેમનો જન્મ 6 જુલાઈ 1901 ના રોજ કલકત્તામાં થયો હતો. શ્યામા પ્રસાદ મુખર્જી બેરિસ્ટર અને શિક્ષાવિદ્ હતા. તેમણે પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના પ્રધાનમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે સેવા આપી હતી. જોકે, નહેરુ-લિયાકત સજોતાના વિરોધમાં મુખર્જીએ નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સહાયથી તેમણે વર્ષ 1951 માં ભારતીય જનસંઘની સ્થાપના કરી, જે 1980 માં ભારતીય જનતા પાર્ટી બની.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પીએમએ કહ્યું કે મુખરજીના વિચારો આજે પણ લોકોને શક્તિ પ્રદાન કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “હું ડો.શ્યામા પ્રસાદ મિખર્જીને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. તેમના આદર્શો દેશભરમાં લોકોને પ્રેરણા આપે છે. ડો. મુખર્જીએ તેમનું જીવન ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. તેમણે પોતાને એક અસાધારણ વિદ્વાન અને બૌદ્ધિક તરીકે પણ અલગ રાખ્યા છે”.

https://twitter.com/AHindinews/status/1412224846826655745/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1412224846826655745%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fbirth-anniversary-of-shayama-prashad-mukharjee-pm-modi-bjp-tribute

ઉલ્લેખનીય છે કે શઅયામા પ્રસાદ મુખર્જી જમ્મુ-કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાની વિરુદ્ધમાં હતા અને તેમના જીવનકાળ દરમિયાન કલમ 370નો  તેમણે સખત વિરોધ કર્યો હતો. મુખર્જી વર્ષ 1943 થી 1946 દરમિયાન અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. વર્ષ 1953 માં જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં તેમનું અવસાન થયું હતું.

 

Exit mobile version