Site icon Revoi.in

PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને અનોખા ચંદનના સિતારની આપી ભેંટ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પહોચ્યા છે. આ દરમિયાન તેણે શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ભેટ તરીકે ચંદનના સિતાર આપી હતી. પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની પત્ની, ફ્રાન્સના વડાપ્રધાન, ફ્રાન્સની સેનેટના પ્રમુખ અને ફ્રેન્ચ નેશનલ એસેમ્બલીના પ્રમુખને પણ ભેટ આપી હતી

આ સહીત રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપેલા સંગીતના વાદ્ય સિતારની આ અનોખી પ્રતિકૃતિ શુદ્ધ ચંદનથી બનેલી છે.આ સિતાર ચંદનના લાકડાની કોતરણીની કળા એક ઉત્કૃષ્ટ અને પ્રાચીન હસ્તકલા છે, જે દક્ષિણ ભારતમાં સદીઓથી પ્રચલિત છે. આ સુશોભિત પ્રતિકૃતિમાં દેવી સરસ્વતીની છબીઓ છે, જે શિક્ષણ, સંગીત, કળા, વાણી, જ્ઞાન અને વિદ્યાની દેવી છે.

આ સહીત તેની ખાસિયતમાં  તે  સંગીત વાદ્ય છે. તેની સાથે ભગવાન ગણેશની પ્રતિમા પણ બિરાજમાન છે. સિતાર પર રાષ્ટ્રીય પક્ષી મોરને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે સુંદર રીતે કોતરવામાં આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિના અસંખ્ય અભિવ્યક્તિઓ દર્શાવે છે.