Site icon Revoi.in

પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને આપી ગ્રીનફીલ્ડ એરપોર્ટની ભેંટ –  કહ્યું ‘હવે અટકાવવા, લટકાવવા અને ભટકાવવાનો યુગ ગયો’

Social Share

દિલ્હીઃ- દેશના  પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજરોજ શનિવારે અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં પ્રથમ ગ્રીનફિલ્ડ , ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.ઉલ્લેખનીય છે કે આ તેજુ અને પાસીઘાટ પછી અરુણાચલનું ત્રીજું એરપોર્ટ છે અને ઉત્તરપૂર્વનું 16મું એરપોર્ટ છે.

ઉદ્ધાગટ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હાજરી આપી હતી. તેમણે કહ્યું, અમારું સપનું હતું કે આપણા રાજ્યની રાજધાનીમાં એરપોર્ટ બને, આજે તે સપનું પીએમ મોદીના પ્રયાસોથી સાકાર થયું છે. તેમણે આ એરપોર્ટના નિર્માણ માટે વિશેષ માર્ગદર્શિકા આપી છે.

એરપોર્ટના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી આ દરમિયાન તેમણે પોતાના ભાષમમાં કહ્યું કે હવે અટકાવવાનો લટકાવવાનો અને ભટકાવવાનો યુગ રહ્યો નથી,ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ જ  વર્ષ 2019 માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો, જે 645 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું છે.

પીએમ મોદીએ તેમના સંબોઘન દરમિયાન એમ પણ કહ્યું કે જ્યારે પણ હું અરુણાચલ આવું છું ત્યારે હું મારી સાથે એક નવો જોશ, ઉર્જા અને ઉત્સાહ લઈને આવું છું. અરુણાચલના લોકોના ચહેરા પર ક્યારેય  ઉદાસીનતા અને નિરાશા હોતી જ નથી, શિસ્ત શું છે? અહીંના દરેક વ્યક્તિ અને ઘરમાં આ જોવા મળે છે.

પીએમ મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે, તમે જાણો છો કે અમે વર્ક કલ્ચર લાવ્યા છીએ, જ્યાં અમે તે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીએ છીએ જેના માટે અમે શિલાન્યાસ કર્યો છે.હવે  ‘અટવાઈ જવાનો , લટકી જવાનો અને ભટકાઈ’નો યુગ ગયો