Site icon Revoi.in

પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિએ આજના અવસર ઓણમની શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ- આજરોજ 29 ઓગસ્ટના દિવસે દેશભરમાં ઓણમનો તહેવાર મનાવાઈ રહ્યો છએ આજના આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિએ આ પ્રસંગની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે ઓણમ એ કેરળનો સૌથી મોટો વાર્ષિક તહેવાર છે, જે મલયાલમ કેલેન્ડરના ‘ચિંગમ’ મહિનામાં તિરુવોનમના દિવસે આવે છે. તે વર્ગ, જાતિ અને ધાર્મિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના તમામ કેરળવાસીઓ દ્વારા ઉજવવામાં આવતો હોય છે.

પીએમ મોદીએ ઓણમની શુભેચ્છાઓ પાઠવતા   પોસ્ટ કર્યું છે કે, “દરેકને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તહેવાર તમારા જીવનમાં સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. વર્ષોથી, ઓણમ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે અને તે કેરળમાં પણ ઉજવવામાં આવે છે. જીવંત સંસ્કૃતિનું વર્ણન કરે છે.”

પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિએ X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, “તમામ સાથી નાગરિકો અને કેરળના અમારા ભાઈ-બહેનોને ઓણમની શુભેચ્છાઓ! આ શુભ અવસર પર, અમે માતા કુદરતને તેમની અસંખ્ય ભેટો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. લણણીનો આ તહેવાર બધામાં સમૃદ્ધિ અને સુમેળ લાવે.”

આ સહીત  ઉપરા્ટ્રપતિ જગદીપ ધનખરે લખ્યું, “ઓણમના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.”તેમણે વઘુમાં શુભેચ્છાઓ પાઠવા લખ્યું છે કે આ, “પરંપરાઓ સમુદાયોને એકસાથે બાંધે છે, ઓણમ એ કરુણા અને બલિદાનના મૂલ્યોની કરુણાપૂર્ણ યાદ અપાવે છે. તે આપણા ખેડૂત સમુદાયના અથાક પ્રયાસોને સન્માનિત કરવાનો અને કુદરતની બક્ષિસ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ પણ છે.”