Site icon Revoi.in

વર્ષ 2028માં ભારતમાં COP33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીએ મૂક્યો પ્રસ્તાવ

Social Share
દિલ્હી – પીએમ મોદીએ તાજેતરમાં યુએઇ ની મુલાકાતે  છે  ત્યારે  દુબઈમાં COP28ને તેમણે  સંબોધિત કર્યું. તેમણે 2028માં ભારતમાં COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM એ કહ્યું કે ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. જ્યાં ભારતીય વસાહતીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન લોકોએ મોદી-મોદી અને આ વખતે મોદી સરકારના નારા પણ લગાવ્યા હતા.
દુબઈમાં COP28માં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે.” સૌ પ્રથમ, હું ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઇનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મુદ્દાઓ પર તમારા સતત સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું.”
આજરોજ  પીએમ મોડી એ કહ્યું કે ભારત તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન લક્ષ્યોને હાંસલ કરવા માટે ટ્રેક પર છે.  ભારતે 2030 સુધીમાં ઉત્સર્જનની તીવ્રતા 45 ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે, બિન-અશ્મિભૂત ઇંધણનો હિસ્સો વધારીને 50 ટકા કર્યો છે. તેમણે કહ્યું કે અમારી પાસે છેલ્લી સદીની ભૂલોને સુધારવા માટે વધુ સમય નથી.
Exit mobile version