Site icon Revoi.in

પીએમ મોદીએ બેંગલુરુ પહોંચી ઈસરોના પ્રમુખ સહીત ચંદ્રયાન 3 ના મિશનમાં જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે કરી મુલાકાત

Social Share

બેંગલુરુ- પીએમ મોદી તાજેતરમાં 2 દેશઓની યાત્રા કરીને ભારત પરત ફર્યા છે જો તે કેઓ ભારત આવતાની સાથએ જ બેંગલુરુ પહોચ્યા હતા અહી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદી ચંદ્રયાન 3 ની સફળતાને લઈને શુભેચ્છાઓ પાઠવવા અને આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોને મળવા અહી પહોચ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શનિવારે સવારે  પીએમ મોદી બેંગ્લોર પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નાગરિકોએ પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું – ‘જય વિજ્ઞાન-જય અનુસંધાન’. પીએમ મોદીએ બેંગ્લોરમાં રોડ શોપણ કર્યો હતો.

ત્યાર બાદ પીએમ મોદી બેંગ્લોરમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ. સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી.23 ઓગસ્ટના રોજ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદીએ ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોને કહ્યું કે 23 ઓગસ્ટનો દિવસ મારી નજર સામે દરેક સેકન્ડે  ફરી રહ્યો છે. જ્યારે ટચ ડાઉન કન્ફર્મ થયું, ત્યારે આખા દેશમાં જે રીતે લોકો અહીં ઇસરો સેન્ટરમાં કૂદી પડ્યા, એ દ્રશ્ય કોણ ભૂલી શકે?આમ કહીન ેઆ ક્ષણને યાદ કરતા પીએમ મોદી ભાવૂક થયા હતા.
પીએમ મોદીએ ઈસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોને કહ્યું કે આજે હું તમારી વચ્ચે આવીને એક અલગ જ ખુશી અનુભવી રહ્યો છું. કદાચ આવી ખુશી બહુ ઓછા પ્રસંગોએ બને છે, જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધીરાઈ છવાઈ જાય છે. આ વખતે મારી સાથે પણ એવું જ થયું.

પીએમ મોદીની આ બેઠક ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. ત્યાર બાદ  ઈસરોના વડાએ પીએમ મોદીને મિશન વિશે સંપૂર્ણ જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે.

પીએમ મોદીએ અહી સંબોઘનમાં કહ્યું કે જ્યારે દેશના વૈજ્ઞાનિકો દેશને આટલી મોટી ભેટ આપે છે, આટલી મોટી સિદ્ધિ મેળવે છે, ત્યારે જે દ્રશ્ય હું બેંગ્લોરમાં જોઈ રહ્યો છું, તે જ દ્રશ્ય મેં ગ્રીસમાં પણ જોયું.જોહાનિસબર્ગમાં પણ તે દ્રશ્ય દેખાયું. વિશ્વના દરેક ખૂણામાં, માત્ર ભારતીયો જ નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારા, ભવિષ્યને જોનારા, માનવતા માટે સમર્પિત એવા લોકો આવા જોશ અને ઉત્સાહથી ભરપુપ જોવા મળે છે.

વઘુમાં તેમણે એવું પણ કહ્યું કે  લોકો આટલી વહેલી સવારે અહીં આવી ગયા. નાના બાળકો કે જેઓ ભારતનું ભવિષ્ય છે, તેઓ પણ આટલી વહેલી સવારે અહીં આવી ગયા છે. ચંદ્રયાનના ઉતરાણ  વખતે હું વિદેશમાં હતો, પણ મેં વિચાર્યું હતું કે ભારત જતી વખતે સૌથી પહેલું કામ હું બેંગ્લોર કરીશ. ભારત જતાંની સાથે જ સૌથી પહેલા હું વૈજ્ઞાનિકોને નમન કરીશ.