Site icon Revoi.in

પીએમ મોદીએ 21મી માર્ચના રોજ ઉત્તર પૂર્વમાં ભારત ગૌરવ ટ્રેનના આગામી લોકાર્પણ અંગે પ્રતિક્રિયા આપી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી માર્ચ 2023ના રોજ ઉત્તર-પૂર્વ માટે ભારત ગૌરવ ટ્રેનના આગામી લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે.મોદીએ કહ્યું છે કે આ એક રસપ્રદ અને યાદગાર પ્રવાસ હશે, પૂર્વોત્તરને શોધવાની એક આકર્ષક તક હશે.

ભારતીય રેલ્વેએ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરી: બિયોન્ડ ગુવાહાટી” ચલાવવાનું નક્કી કર્યું છે, જે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેવા માટે ખાસ રચાયેલ પ્રવાસ છે. ટ્રેન પ્રવાસ 21 માર્ચ, 2023ના રોજ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને આ પ્રવાસ 15 દિવસમાં આસામમાં ગુવાહાટી, શિવસાગર, જોરહાટ અને કાઝીરંગા, ત્રિપુરામાં ઉનાકોટી, અગરતલા અને ઉદયપુર, નાગાલેન્ડમાં દીમાપુર અને કોહિમા અને મેઘાલયમાં શિલોંગ અને ચેરાપુંજીને આવરી લેશે.

પૂર્વોત્તર ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના ટ્વીટ થ્રેડના જવાબમાં, ભારત ગૌરવ ટ્રેનના ઉપરોક્ત આગામી લોંચ વિશે, વડાપ્રધાનએ ટ્વિટ કર્યું; “આ એક રસપ્રદ અને યાદગાર પ્રવાસ હશે, ઉત્તરપૂર્વને શોધવાની એક આકર્ષક તક હશે.”