Site icon Revoi.in

પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના કામની સમીક્ષા કરી,માતા હીરા બા ને મળી પગે લાગી આશીર્વાદ લીધા

Social Share

અમદાવાદ:ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.તેઓ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટના વડા છે.પીએમ મોદીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે,ગાંધીનગરના રાજભવનમાં સાંજે યોજાયેલી બેઠકમાં ટ્રસ્ટીઓએ સોમનાથ મંદિરની ટોચને સોનાથી ઢાંકવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.પીએમ મોદીને જાન્યુઆરી 2021માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય ટ્રસ્ટીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના વિદ્વાન જેડી પરમાર, ગુજરાતના ભૂતપૂર્વ અમલદાર પીકે લહેરી અને ઉદ્યોગપતિ હર્ષવર્ધન નિયોટિયાનો સમાવેશ થાય છે.ટ્રસ્ટના સચિવ લહેરીએ જણાવ્યું હતું કે,ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવા ઉપરાંત વડાપ્રધાન અને અન્ય ટ્રસ્ટીઓએ બેઠક દરમિયાન કેટલાક આગામી પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.તેમણે કહ્યું, “અમે ગર્ભગૃહને સોનાથી ઢાંકવાનું કામ પૂર્ણ કરી લીધું છે.અંબાજી મંદિરની જેમ ટ્રસ્ટે હવે સોમનાથ મંદિરની ટોચને સંપૂર્ણપણે સોનાથી ઢાંકવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે,પીએમ મોદી, અમિત શાહ, લહરી રાજભવનમાં મીટિંગમાં હાજર હતા, જ્યારે અડવાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં હાજરી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમની માતા હીરાબેનને પણ મળ્યા હતા.તેઓ તેમની માતા હીરાબેન મોદીને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા.પીએમ મોદીએ પણ માતા સાથે ટેબલ પર ભોજન લીધું હતું.અગાઉ, નજીક આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને શુક્રવારે પક્ષના રાજ્ય એકમના નેતાઓની બેઠકને સંબોધિત કરી હતી અને તેમને લોકો સાથે ગાઢ સંપર્ક જાળવવા કહ્યું હતું.તેમણે બેઠક બાદ ટ્વિટ કર્યું, “ગુજરાતમાં રાજ્ય બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીના સાથી નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી. અમારી પાર્ટીનું સંગઠન કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકે અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકે તે અંગે ચર્ચા કરી.

Exit mobile version