Site icon Revoi.in

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે કરી વાત – દુષ્કાળ અને જંગલની આગના મુદ્દે કરી ચર્ચા

Social Share

દિલ્હીઃ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિશ્વના દેશોના નેતાઓ સાથે સંપર્કમાં રહે છે ,વિદેશ સાથેના મજબૂત સંબંધો પીએમ મોદીના અથાગ પ્રયત્નોનું ફળ છે ત્યારે વિતેલા દિવસે પીએમ મોદીએ  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી હોવાના સમારાચ સામે આવ્યા છે. વડા પ્રધાન મોદીએ  દુષ્કાળ અને જંગલની આગના મુદ્દે ફ્રાન્સ સાથે ભારતની એકતાની વાત કરી હોવાની માહીતી છે.

આ બંને દેશોના  નેતાઓએ સંરક્ષણ સહયોગ પ્રોજેક્ટ્સ અને નાગરિક પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર સહિત ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલ પર પણ ચર્ચા કરી હતી. આ સાથે જ વડાપ્રધાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય પડકારો પર પણ વાત કરી હતી.

 મોદીએ કહ્યું કે ભારત ફ્રાન્સ સાથેના તેના ગાઢ સંબંધોને ખરેખર મહત્વ આપે છે અને બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીમાં વિશ્વનું કલ્યાણ સમાયેલું છે.આ સહતી બન્ને દેશોના નેતાઓે એ તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીની ઊંડાઈ અને મજબૂતાઈ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંબંધોને સહકારના નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરવા માટે સાથે મળીને કામ કરવાનું આગળ પમ ચાલુ રાખવાની આશાઓ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સોમવારે વડાપ્રધાને દેશના સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પાઠવેલા સંદેશમાં મોદીએ કહ્યું કે તેઓ તેમના તરફથી શુભકામનાઓ મેળવીને અભિભૂત થયા છે.