Site icon Revoi.in

પીએમ મોદીએ યુએન સેક્રેટરી જનરલ સાથે વાત કરી – કોંગોમાં સૈનિકોની શહાદતનો મુદ્દો ઉઠાવ્યો

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે  શુક્રવારે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ કોંગોમાં હુમલા દરમિયાન શદીદ થયેલા સેનાના જવાનોને ઝડપી ન્યાય મળે તે માટેની તપાસ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગોમાં થયેલા આ હુમલામાં બે ભારતીય બીએસએફના જવાન શહીદ થયા હતા. વડાપ્રધાન કાર્યાલયએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી. પીએમઓપ્રમાણે, મોદી અને ગુટેરેસે કોંગોમાં યુએન પીસકીપિંગ મિશન પર આ હુમલા અંગે ચર્ચા કરી હતી, જેમાં બે ભારતીયો માર્યા ગયા હતા. યુએનના સેક્રેટરી જનરલે આ મામલાની ઝડપી તપાસ માટે શક્ય તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.

પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ ગુટેરેસને યુએન શાંતિ રક્ષા મિશન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા વિશે માહિતગાર કર્યા અને ઉમેર્યું કે તેના હેઠળ અત્યાર સુધીમાં 250,000 ભારતીય શાંતિ રક્ષકોએ સેવા આપી છે અને 177 ભારતીય શાંતિ રક્ષકોએ તેમનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જે કોઈપણ દેશના શાંતિ સંદેશવાહકોની સૌથી મોટી સંખ્યા છે.  વાતચીત દરમિયાન ગુટેરેસે ભારતીય સીમા સુરક્ષા દળના શહીદ જવાનોના પરિવારો તેમજ ભારત સરકાર અને તેના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ સાથે જ તેમણે કોંગોમાં યુએન પીસકીપિંગ મિશન પર થયેલા હુમલાની સખત નિંદા કરી અને ઝડપી તપાસ માટે શક્ય તમામ પગલાં લેવાની ખાતરી આપી. પીએમઓ અનુસાર, વડાપ્રધાન મોદીએ કોંગોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના અતૂટ સમર્થનને રેખાંકિત કર્યું, જ્યાં હાલમાં 2,040 ભારતીય સૈનિકો તૈનાત છે.

Exit mobile version