Site icon Revoi.in

તેજપુરથી તાજી લીચી મોકલવા બદલ પીએમ મોદીએ આસામના સીએમનો માન્યો આભાર

Social Share

દિસપુર:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેઝપુરથી તાજી લીચી મોકલવા બદલ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનો આભાર માન્યો હતો.શર્માને લખેલા પત્રમાં મોદીએ આ સંવાદિતાની પ્રશંસા કરી હતી.

તેમણે લખ્યું કે,” સજીવ રીતે ઉગાડવામાં આવી અને ઉચ્ચ ગુણવત્તાની જીઆઈ ટેગ સાથે તેઝપુરની લીચી આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું સ્થાન બનાવી રહી છે,” .

શર્માએ વડાપ્રધાનનો પત્ર ટ્વિટ કર્યો.મુખ્યમંત્રીએ કહ્યું કે તેઝપુરની લીચીનો સ્વાદ વિશ્વને આકર્ષિત કરશે અને ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મજબૂત કરશે. તેમણે કહ્યું કે પ્રશંસા પત્ર સ્થાનિક લીચી ખેડૂતોને વધુ મહેનત કરવા પ્રોત્સાહિત કરશે.