Site icon Revoi.in

પીએમ મોદી ફ્રાંસની નેશનલ-ડે પરેડમાં મુખ્ય મહેમાન બનશે, ફાઈટર જેટ સાથે ભારતીય સૈન્ય ટીમ પણ જોડાશે

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રયિતા માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે,પીએમ મોદી સતત પોતાની લોકપ્રિયતામાં વાધારો કરતા જઈ રહ્યા છે વિદેશના લોકો પણ પીએમ મોદીને ખાસ સમ્માન આપી રહ્યા છે ત્યારે આ વર્ષ દરમિયાન ફ્રાંસની નેશનલ ડે પરેડમાં પીએમ મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે આ દિવસે પીેમ મોદી અહીના મુખ્ય મહેમાન બનશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2016મા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતના  ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપી હતી,આ બાબતને લઈને જો મીડિયા એહવાલની માનીએ તો આ સાથે આ પરેડમાં ભારતીય ફાઈટર એરક્રાફ્ટ સહિત ભારતીય સૈન્ય ટુકડી મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.14 જુલાઈના રોજ બેસ્ટિલ ડે દરમિયાન પેરિસમાં ફ્રેન્ચ પરંપરાગત સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત ફ્રાન્સ અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે.જેમાં પીેમ મોદી ખાસ ભાગીદાર બનશે.એક ભારતીય સંરક્ષણ અધિકારીઓએ આપેલી માહતી પ્રમાણે ભારતીય સૈન્ય ટુકડીમાં માર્ચિંગ ટુકડી હશે. તેમજ ભારતીય વાયુસેના ફ્લાયપાસ્ટમાં ભાગ લેવા માટે તેના ફાઈટર જેટને તૈનાત કરી રહી છે. આ સાથે જ ફ્રેન્ચ વાયુસેના તેના રાફેલ ફાઇટર જેટની પરેડ કરવાની યોજના બનાવી રહી છે જે ભારતીય વાયુસેનાનો પણ ભાગ છે.

એથી વિશેષ એ છે કે ભારત જગુઆર ફ્લીટમાંથી તેના એરક્રાફ્ટ મોકલી શકે છે, જેને ફ્રાન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. 1980ના દાયકામાં ભારતીય વાયુસેનામાં નોંધપાત્ર સંખ્યામાં જોડાયા હતા. વર્ષ 2016માં જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ભારત આવ્યા હતા ત્યારે ફ્રાન્સની સેના દ્વારા પણ એક ટુકડી મોકલવામાં આવી હતી.ત્યારે હવે ફરી ભારત ફ્રાન્સનું મહેમાન બનવા જઈ રહ્યું છે.