- પીએમ મોદીની વિશ્વસ્તરે ગણના
- ‘વૈશ્વિક ઉર્જા અને પ્રયાવરણ લીડરશીપ’ એવોર્ડથી સમ્માનિત કરાશે
દિલ્હી – દેશના પીએમ મોદી વૈશ્વિક સ્તરે પોતાની ખાસ ઓળખ બનાવી રહ્યા છે, વૈશ્વિક સ્તરે અનેક કાર્યમાં તેમનું નેતૃત્વ હોય છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે એટલે કે આજે એક અન્ય એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાનને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવી) ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટલ લીડરશીપ એવોર્ડથી નવાઝવામાં આવશે, તેમને આ સન્માન ઊર્જા અને પર્યાવરણમાં સ્થિરતાની પ્રતિબદ્ધતા માટે આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે, કે સેરાવીસ કોન્ફરન્સ દર વર્ષે માર્ચમાં હ્યુસ્ટનમાં યોજાય છે. તે વિશ્વના અગ્રણી રહેનારા ઊર્જા મંચોમાં એક ગણાય છે. વિશેષ વાત એ છે કે વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ લોકોને સંબોધિત પણ કરશે. આ પરિષદ પ્રથમ વખત સંપૂર્ણ વર્ચુઅલ રીતે યોજવામાં આવી છે.
આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિના દૂત જ્હોન કેરી, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-પ્રમુખ અને બ્રેકથ્રુ એનર્જીના સ્થાપક બિલ ગેટ્સ, અને સાઉદી અરામકોના સીઈઓ અમીન નાસર પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના આયોજક, આઈએચએસ માર્કેટના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના અધ્યક્ષ ડેનિયલ કહ્યું છે કે દેશ અને વિશ્વની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા ભારતના નેતૃત્વમાં સતત પ્રયત્નો કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવાનો મને આનંદ છે
સાહિન-