Site icon Revoi.in

PM મોદી 1લી અને 2જી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કરશએ ચૂંટણી પ્રચાર – જનસભાઓ અને રોડશો કરશે

Social Share

દિલ્હીઃ-  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીના  અગાઉ જ પીએમ મોદી ફરી ગુજરાતમાં હુંકાર ભરશે, 1લી ડિસેમ્બર અને 2જી ડિસેમ્બરના રોજ પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન તેઓ વિધાનસભાની ચૂંટમીનો છેલ્લો પ્રચાર કરતા અને જનતા વચ્ચે જનસભા સંબોંધતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પીએમ મોદીનું ગઢ ગણાય છે,તેઓ અહીના રહેવાસી હોવાની સાથે સાથએ ગુજરાત સાથે તેમનો ખાસ સંબંધ રહ્યો છે. આ વખતે પીએમ મોદીએ પોતે મેદાનમાં આવી છે ચૂંટણી પ્રચારની મોટી જવાબદારી  સંભાળી છે. આ એપિસોડમાં વડાપ્રધાન 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ મોદી કુલ 7 જનસભાને સંબોધિત કરવાના છે.

પીએમ મોદીનો બે દિવસીય કાર્યક્રમ આ મુજબ હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનની મધ્યમાં પંચમહાલના કલોલ, છોટા ઉદેપુરના બોડેલી અને હિંમતનગરમાં રેલી કરશે. અહીં બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે PM મોદીની રેલી ગુરુવારે સવારે 11 વાગ્યે કલોલમાં, બપોરે 12:30 વાગ્યે બોડેલીમાં અને બપોરે 2:45 વાગ્યે હિંમતનગરમાં થવાની છે. આ પછી પીએમ મોદી ગુરુવારે રાત્રે ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે.

આ પછી 2જી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી બનાસકાંઠાના કનકરાજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જાહેરસભાઓ સંબોધશે. કનકરાજમાં સવારે 11 વાગ્યે, પાટણમાં બપોરે 12:30 વાગ્યે, સોજિત્રામાં બપોરે 2:45 વાગ્યે અને અમદાવાદમાં છેલ્લી રેલી સાંજે 7 વાગ્યે યોજાશે.આ દરમિયાન પીએમ મોદી સતત ચૂંટણી પ્રચારની કામગીરીમાં જોતરાયેલા રહેશે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોરદાર ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે 2જી ડિસેમ્બરના રોજ પ્રચારનો અંત આવશે,કારણ કે પ્રથમ તબક્કાનું મતદાન ત્રીજી ડ઼િસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે,ત્યારે હાલ ગુજરાતમાં ચારેબાજૂ ચૂંટણીનો માહોલ જામ્યો છે, રસ્તાઓ પર પોલીસ સતત દેખરેખ કરી રહી છે,વાહનોનું ચેકિંગ હાથ ઘરાી રહ્યું છે,કોઈપણ એનઈચ્છનિય ઘટના ન બને તે માટે સતત પોલીસની ટીમ સંભાળ રાખી રહી છે.