Site icon Revoi.in

PM મોદી 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા – અગાઉ વર્ષ 2016મા પણ ગાવા સમિટિની કરી ચૂક્યા છે અધ્યક્ષતા

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવનારી 9 સપ્ટેમ્બરના રોજ બ્રિક્લ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આ આયોજન વર્ચ્યૂઅલ માધ્યમથી કરાઈ રહ્યું છે,આ બાબતને લઈને વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બ્રિક્સ સમિટમાં પીએમ મોદીની અધ્યક્ષતા હશે.

આ સમિટમાં શિયન પ્રમુખ વ્લાદિમિર પુતીન, બ્રાઝીલના પ્રમુખ જૈર બાલસાનારો, ચીનના પ્રમુખ જિનપિંગ અને દક્ષિણ આફ્રીકાના પ્રમુખ સિરિલ રામફોસા વર્ચ્યુઅલ રીતે પોતાની હાજરી નોંધાવશે .

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સની આ 15મી વર્ષગાંઠ પ્રસંગે બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરનાર છે. 9 સપ્ચેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ, ન્યૂ ડેવલોપમેન્ટ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજોની પણ ઉપસ્થિતિ જોવા મળશે,

આવું બીજી વખક બનવા જઈ રહ્યું છે કે જ્યારે પીએમ મોદી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરનાર છે ,આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ વર્ષ 2016માં  ગાવા સમિટની અધ્યક્ષતા કરી ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે આ  બ્રિક્સ દેશોમાં રશિયા, ભારત,બ્રાઝીલ, ચીન,  અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ સમ્મેલનમાં કોરોના મહામારી તેમજ મલ્ટીલેટરલ સિસ્ટમ, કાઉન્ટર ટેરરિઝમ સહિતના ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત આ  કોરોનાને લઈને જે અસર થઈ છે તેની પણ ચર્ચાને આવરી લેવાશે, ઉલ્લેખનીય છએ કે છેલ્લી યોજાયેલ  બ્રિક્સ સમિટની અધ્યક્ષતા રશિયા થકી કરવામાં આવી હતી,

Exit mobile version