Site icon Revoi.in

પીએમ મોદી આજે નવમા આસિયાન ઈન્ડિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જશે

Social Share

દિલ્હીઃ આ વર્ષે ભારત જી 2-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે તો બીજી તરફ ઈન્ડોનેશિયામાં આસિયાન ભઆરત સમ્મેલનનો આગાઝ થઈ રહ્યો છએ ત્યારે જી 20 સમિટને પણ 2 જ દિવસની વાત છે આવી સ્થિતિમાં સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી ઈન્ડોનેશિયા આસિયાન ભારત સમ્મેલનમાં હાજરી આપશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  G20 સમિટ 9 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન-ઈન્ડિયા અને ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જશે.ભારતીય રાજદૂતે પીએમ મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી છે. રાજદૂતે કહ્યું કે આ મુલાકાત વૈશ્વિક મંચ પર એક સંદેશ આપશે કે ભારત તેના ક્ષેત્ર અને આસિયાન કેન્દ્રિયતાને કેટલું મહત્વ આપે છે.

પીએમ  મોદી 6 સપ્ટેમ્બરે રાત્રે નવી દિલ્હીથી ઈન્ડોનેશિયા જવા રવાના થશે. આ પછી PM મોદી 7 સપ્ટેમ્બરે સાંજે ભારત જવા આવવા રવાના થશે. પીએમ મોદી આસિયાનના સભ્ય દેશોના રાજ્ય અને સરકારના વડાઓ સાથે આસિયાન ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે. પૂર્વ એશિયા સમિટ ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, ન્યુઝીલેન્ડ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સને એકસાથે લાવે છે. પીએમ મોદી આ વખતે નવમા આસિયાન ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે.

તે જ સમયે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી યુરોપ પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન રાહુલ ગાંધી યુરોપિયન યુનિયનવકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે.તો બીજી તરફ  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. G-20 સમિટમાં ભાગ લેવા તેઓ ગુરુવારે ભારત આવશે.