Site icon Revoi.in

પીએમ મોદી 27 જાન્યુઆરીએ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે,અનેક દેશોના નેતાઓ લેશે ભાગ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. તેઓ કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની ભાગીદારી સાથે વર્ચ્યુઅલ ફોર્મેટમાં 27 જાન્યુઆરી 2022ના રોજ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે.

ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તરે આ પ્રકારની પ્રથમ જોડાણ હશે.પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ એ મધ્ય એશિયાના દેશો સાથે ભારતની વધતી જતી જોડાણનો સંકેત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં મધ્ય એશિયાના તમામ દેશોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી.ત્યારબાદ દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન થયા છે. વિદેશ મંત્રીઓના સ્તરે ભારત-મધ્ય એશિયા સંવાદની શરૂઆત, જેની ત્રીજી બેઠક નવી દિલ્હીમાં 18-20 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાઈ હતી, તેણે ભારત-મધ્ય એશિયા સંબંધોને વેગ આપ્યો છે.

આ પહેલા 10 નવેમ્બર 2021ના રોજ નવી દિલ્હીમાં આયોજિત અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં મધ્ય એશિયાઈ દેશોની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદોના સચિવોની સહભાગિતાએ અફઘાનિસ્તાન પર સમાન પ્રાદેશિક અભિગમ પર ભાર મૂક્યો હતો.

Exit mobile version