Site icon Revoi.in

PM મોદી સાંજે 5ઃ30 કલાકે દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાન પર શીખ પ્રતિનિધિ મંડળ સાથે કરશે મુલાકાત – ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરનાર છે. આજે સાંજે 5:30 કલાકે તેઓ પોતાના નિવાસ સ્થાને પ્રતિનિધિમંડળને સંબોધશે.આ મામલે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે શીખ પ્રતિનિધિમંડળમાં વિવિધ ક્ષેત્રના લોકો હશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી સતત શીખ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં, તેમણે દિલ્હીના લાલ કિલ્લા પરથી નવમા શીખ ગુરુ તેગ બહાદુરની યાદમાં એક સભાનું પણ સંબોધન કર્યું હતું શીખ મસૂદાયોને શુભેચ્છા પાઠવી હતી

 

Exit mobile version