- ગુરુવારના રોજ પીએમ મોદી આસામની મુલાકાત લેશે
- દીપૂમાં કરશે રેલીને સંબોધિત
દિલ્હી- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ભારતના પ્રવાસે જોવા મળી રહ્યા છે, તાજેતરમાં તેઓ જમ્મુ કાશઅમીરીની મુલાકાતે હતા જ્યાં તેમણે કોરોડો રુપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું ત્યારે હવે 28 એપ્રિલને ગુરુવારના રોજ પીએમ મોદી આસામની નમુલાકાતે રવાના થશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે 28 એપ્રિલના રોજ પીએમ મોદી સવારે 11.30 વાગ્યે દીપુમાં શાંતિ અને વિકાસ રેલીને સંબોધિત કરશે. તેઓ લગભગ 2.30 વાગ્યે ડિબ્રુગઢમાં આસામ મેડિકલ કોલેજમાં કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન ત્રણ વાગ્યે ખનીકર મેદાન ખાતે કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા આયોજિત રોંગાલી બિહુ કાર્યક્રમમાં વડાપ્રધાને પણ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને રવિવારે જાહેર થયેલી જીએમસી ચૂંટણીમાં ભાજપ અને આસામ ગણ પરિષદના ગઠબંધને જોરદાર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નથી. ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.પાર્ટીને 52 બેઠકો મળી છે જ્યારે એજીપીને છ બેઠકો મળી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ જીત અને આ જનાદેશ બદલ ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે.આ મામલે પીએમ મોદીએ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો