Site icon Revoi.in

પીએમ મોદી જૂલાઈ મહિનામાં ઝારખંડની લેશે મુલાકાત -દેવઘરના બાબા વૈધનાથ મંદિરમાં કરશે પુજા ,રાજ્યના લોકોને આપશે અનેક ભેંટ

Social Share

રાંચીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિના 12 તારીખે ઝારખંડની મુલાકાત લઈ શકે છેૈ.ઝારખંડમાં  તેઓ  દેવઘર જીલ્લામાં જશે. દેવઘરમાં પ્રથમ વખત વડાપ્રધાન બાબા વૈદ્યનાથની પૂજા કરશે, જે બારમા જ્યોતિર્લિંગમાંથી એક શ્રેષ્ઠ છે. વડાપ્રધાન તરીકે પોતાના દેવઘર પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી ઝારખંડના લોકોને ઘણી મોટી ભેટ પણ આપશે. તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન દેવઘરમાં તૈયાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તેની સાથે જ અહીંથી પેસેન્જર પ્લેનની સેવા શરૂ થશે.પીએમ મોદીના આગમનની  તૈયારીઓ અત્યારથી જ શરુ કતરી દેવાઈ છે.

વિશ્વ પ્રસિદ્ધ શ્રાવણી મેળાના ઉદઘાટનના એક દિવસ પહેલા જ પ્રથમ વખત પીએમના આગમન માટે સરકારી સ્તરે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જોકે, PMO દ્વારા હજુ સુધી આગમનની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. આમ છતાં 12 જુલાઈએ તેમના આગમનને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.

આ સાથે જ પીએમ  તેમના દેવઘર પ્રવાસ દરમિયાન એઈમ્સમાં તૈયાર કરવામાં આવેલા 200 બેડના વિશેષ વોર્ડનું ઉદ્ઘાટન કરશે,જો કે, વડાપ્રધાનના હસ્તે ઘણી મહત્વની મોટી યોજનાઓનું ઉદ્ઘાટન કરવાની યોજના છે. લમાં તે યોજનાઓ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

નરેન્દ્ર મોદી તેમના દેવઘર પ્રવાસ દરમિયાન દેવઘર કોલેજના મેદાનમાં એક મહત્વપૂર્ણ જનસભાને પણ સંબોધિત કરશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.સત્તવાર માહિતી નથી જો કે અહીની તૈયારીઓને જોતા પીએમ મોદીના આગમનનો અંદાજો લગાવી શકાય છે,બાબા વૈદ્યનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાથી લઈને એરપોર્ટ, એઈમ્સ સહિત દેવઘર કોલેજ ગ્રાઉન્ડ પર થઈ રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી હતી

. આ સાથે જ બે વર્ષના લાંબા ગાળા બાદ બાબાનગરી અને બાસુકીનાથ ખાતે યોજાનાર શ્રાવણી મેળાની તૈયારીઓની પણ વારાફરતી સમીક્ષા કરવામાં આવી હતી.