Site icon Revoi.in

પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધશે

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિશ્વની મહાસત્તા ગણાતા  અમેરીકાના પ્રવાસે જવાના છે આ દરમિયાન પીેમ મોદી અહીં અનેક બેઠકો અને મંત્રીઓ સાથે મુલાકાત કરશે.

ત્યારે તાજેતરની માહિતી પ્રમાણે પીએમ મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન 22 જૂને અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા પણ જોવા મળશે. અમેરિકાએ કહ્યું કે સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવું અમારા માટે સન્માનની વાત છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદીને અમેરિકાની સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સાથે જ હજી પીએમ મોદી અમેરિકા પહોંચે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ પણ અમેરિકાનો પ્વસલા કર્યો છે.જો કે પીએમ મોદીના આગમનને લઈને અમેરિકા આતુરતાથી રહા જોઈ રહ્યું છે અને અત્યારથી જ પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ શરુ કરી દીધી છે.

વિતેલા દિવસને શુક્રવારના રોડ યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી યુએસ સંસદને સંબોધિત કરે તે અમારા માટે ગર્વની વાત હશે. બંને દેશો વચ્ચેની ભાગીદારી સતત વધી રહી છે. આ દરમિયાન પીએમ મોદી ભારતના ભવિષ્ય માટેના તેમના વિઝન અને બંને દેશો સામેના વૈશ્વિક પડકારો વિશે વાત કરશે.

નિવેદન પર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર મેકકાર્થી, સેનેટના બહુમતી નેતા ચક શૂમર, સેનેટ રિપબ્લિકન નેતા મિચ મેકકોનેલ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ જો બાઈડેન વડા પ્રધાન મોદીને તેમની યુએસની સત્તાવાર મુલાકાતે હોસ્ટ કરશે, જેમાં 22 જૂને રાજ્ય રાત્રિભોજનનો પણ સમાવેશ થશે.

ઉલ્લેખનીય છે કે દિવસેને દિવસે પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધતી રહી છે,પીએમ મોદી જ્યારથઈ દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ખાસ બની રહ્યા છે,અનેક સોદાઓ અને કરાર થી રહ્યા છે જેને લઈને વિદેશમામ વસતા ભારતીયોમાં પણ પીએમ મોદી લોકલાડિલા નેતા બન્યા છે. તો વિદેશના નેતાઓ મંત્રીઓ પણ પીએમ મોદીના મોટા ફેન છે.