Site icon Revoi.in

પીએમ મોદી પ્રબુદ્ધ ભારતની 125મી વર્ષગાંઠ નિમિત્તે કરશે સંબોધન

Social Share

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન કરશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે ‘પ્રબુદ્ધ ભારત’ જર્નલ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનું પ્રકાશન ચેન્નઇથી કરવામાં આવ્યું હતું. જ્યાં સળંગ બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયું અને તે પછી અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. એપ્રિલ 1899માં આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી આજદિન સુધી ત્યાંથી જ તેનું પ્રકાશન થઇ રહ્યું છે.

મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઇતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર લખીને ‘પ્રબુદ્ધ ભારત’ના પાનાઓમાં પોતાની છાપ છોડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિળક, સિસ્ટર નિવેદિતા, શ્રી ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ આ જર્નલમાં યોગદાન આપ્યું છે.

Exit mobile version