Site icon Revoi.in

પીએમ મોદી આજે જયપુરના દાદીયા ખાતે “પરિવર્તન સંકલ્પ મહાસભા”ને સંબોધિત કરશે, ભોપાલની પણ લેશે મુલાકાત

Social Share

જયપુરઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કમર કસી રહ્યા છએ પોતાની લોકપ્રિયતા વધી છે છત્તા પણ તેઓ કોઈ પણ પ્રકારની કસર છોડવા મામંગતા નથી આ સંદર્ભે આજરોજ તેઓ રાજસ્થાનના જયપુર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. પીેમ મોદી અહીં જયપુરના દાડિયામાં “પરિવર્તન સંકલ્પ મહાસભા”ને સંબોધિત કરશે અને તેઓ જાહેર સભામાંથી પસાર થતી ખુલ્લી જીપમાં મંચ પર પહોંચશે ,.

વધુ વિગત પ્રમાણે આ  દરમિયાન પીેમ  મોદીની બંને બાજુની મહિલાઓ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરશે. કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી, અર્જુન રામ મેઘવાલે રવિવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સોમવારે મોદીની પરિવર્તન સંકલ્પ મહાસભાના સંબંધમાં રચાયેલા તમામ 42 બ્લોકની કમાન મહિલાઓને સોંપવામાં આવી છે, મહિલા સશક્તિકરણ માટેના મહિલા અનામત બિલ વિશે.તેના પાસ થવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદી સોમવારે જયપુરમાં જનસભાને સંબોધશે. આ રેલી સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી ચાર પરિવર્તન યાત્રાનું સમાપન થશેસ્થળ પર કેસરી સાડી અને પાઘડી પહેરેલી 25 હજાર ખાસ મહિલાઓ હશે, જેઓ કાર્યક્રમમાં આવનારા લોકોનું સ્વાગત કરશે. મહિલાઓના હાથમાં મોદીજીનો આભાર માનતા પ્લેકાર્ડ પણ હશે.