Site icon Revoi.in

પીએમ મોદી NCC ના એક કાર્યક્રમમાં ભાગ લેશે, રાજનાથ સિંહ પણ હાજર રહેશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરી એટલે આજે એનસીસીના એક કાર્યક્રમમાં ભાગ લેશે. અને હાજર તમામ કેડેટ્સને સંબોધન કરશે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, એનસીસીનો અનુભવ મારા માટે અદભૂત છે, એનસીસી હંમેશા યુવાનો માટે ઘણી તકો અને શીખવાની રજૂઆત કરે છે. વડાપ્રધાને કહ્યું કે, એનસીસી ભારતની વિવિધતા અને આપણી યુવા શક્તિ દર્શાવે છે. આ કાર્યક્રમ બપોરે 12 કલાકે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય કેડેટ કોરની એક રેલીને સંબોધન કરશે, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન કાર્યાલયમાંથી જારી કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોરની રેલીને સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષામંત્રી,પ્રમુખ રક્ષા અધ્યક્ષ બિપિન રાવત અને ત્રણ સશસ્ત્ર સેનાઓના પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનર અને એનસીસી દળોના માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરશે. અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોશે. એનસીસીનું લક્ષ્ય યુવા વર્ગમાં ચરિત્ર નિર્માણ, શિસ્ત, ધર્મનિરપેક્ષ દ્રષ્ટિકોણ, હિંમતની ભાવના અને સ્વયંસેવીના આદર્શો વિકસિત કરવાનું છે.

NCCએ કોરોના વાયરસની રોકધામ માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જેનું નામ “રસાઇઝ એનસીસી યોગદાન હતું.” તેમાં 18 વર્ષથી ઉપરના એનસીસી કેડેટ છે, જે સ્થાનિક વહીવટને મદદ કરશે. રક્ષા મંત્રાલય હેઠળ કાર્યરત એનસીસી સશસ્ત્ર દળનું યુવા એકમ છે. અને ઘણીવાર તેઓ ઘણી વખત સમાજ સેવા અને સમુદાયની પ્રવૃત્તિમાં સામેલ રહે છે. ઘણી વખત એનસીસી રાષ્ટ્રીય આપત્તિ દરમિયાન પણ ઘણું સમર્થન આપે છે.

-દેવાંશી