Site icon Revoi.in

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી એપ્રિલ, 2023ના એટલે કે આજ રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે. ઉદઘાટન ટ્રેન જયપુર અને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 13મી એપ્રિલ, 2023થી શરૂ થશે અને જયપુર, અલવર અને ગુડગાંવ ખાતે સ્ટોપ સાથે અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે ચાલશે.

નવી વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી કેન્ટ અને અજમેર 5 કલાક 15 મિનિટમાં વચ્ચેનું અંતર કાપશે. આ જ રૂટની હાલની સૌથી ઝડપી ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ, દિલ્હી કેન્ટથી અજમેર સુધી 6 કલાક 15 મિનિટ લે છે. આમ, નવી વંદે ભારત એક્સપ્રેસ એ જ રૂટ પર દોડતી હાલની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં 60 મિનિટ વધુ ઝડપી હશે.

અજમેર-દિલ્હી કેન્ટ. વંદે ભારત એક્સપ્રેસ હાઈ રાઈઝ ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) પ્રદેશ પર વિશ્વની પ્રથમ સેમી હાઈ સ્પીડ પેસેન્જર ટ્રેન હશે. આ ટ્રેન પુષ્કર, અજમેર શરીફ દરગાહ વગેરે સહિત રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી સુધારશે. વિસ્તૃત કનેક્ટિવિટી આ પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પણ વેગ આપશે.

આ પહેલા 1 એપ્રિલના રોજ પીએમ મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નવી દિલ્હી વચ્ચે દોડતી 11મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ભોપાલથી દિલ્હી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસે તેના પહેલા જ દિવસે 160 કિમી પ્રતિ કલાકની સ્પીડ પાર કરી હતી. પીએમ મોદીએ 8મી એપ્રિલે દક્ષિણ ભારતમાં બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.

Exit mobile version