Site icon Revoi.in

PM મોદી 25 એપ્રિલના રોજ સિલવાસામાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન અને દમણમાં રોડ શો કરશે

Social Share

દિલ્હીઃ-  પીએમ મોદી સતત દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે અને દેશની જનતાને અનેક ભએંટ આપતા હોય છે ત્યારે હવે 25 એપ્રિલના રોજ  પીએમ મોદી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેવાના છે.

જાણકારી પ્રમાણે આ દરમિયાન પીએમ મોદી સિલવાસા શહેરમાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂ. 4,800 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

આ અંગે વિતેલા દિવસને મંગળવારે આ માહિતી શેર કરવામાં આવી હતી અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે 25ની  સાંજે કેન્દ્રશાસિત પ્રદેશના દમણ શહેરમાં વડાપ્રધાન દ્વારા 16 કિલોમીટર લાંબા ‘રોડ શો’નો કાર્યક્રમ છે.

સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, મોદી 25 એપ્રિલે દાદરા અને નગર હવેલીની રાજધાની સિલ્વાસા પહોંચશે અને કેમ્પસમાં કેન્દ્રીય ભંડોળવાળી ‘નમો મેડિકલ કોલેજ’ અને અન્ય ઇમારતોનું ઉદ્ઘાટન કરશે. મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન સિલવાસા નજીક સયાલી ગામમાં એક સભાને સંબોધશે.

અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થળે તેઓ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન રૂ. 4,804.64 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ સહીત પીએમ  મોદી કેન્દ્રશાસિત પ્રદેશના દમણ શહેરની મુલાકાત લેશે જ્યાં તેઓ 16 કિલોમીટર લાંબો રોડ શો યોજવાની યોજના ઘરાવે છે, જે નવા વિકસિત ‘સીફ્રન્ટ રોડ’ પરથી પસાર થશે.

આ સાથે જ મળતી જાણકારી પ્રમાણે વડાપ્રધાન 26 એપ્રિલે ગુજરાતના સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે. 17 થી 30 એપ્રિલ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version