Site icon Revoi.in

પીએમ મોદી 14 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કરશે

Social Share

અમદાવાદઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ફેસ્ટિવલ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી એટલે કે 30 દિવસ સુધી ચાલશે. આ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા છે.

પ્રમુખસ્વામી નગરમાં 30 દિવસ સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘટના મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 14મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. ભારતના અનેક પ્રાંતમાંથી ખૂબજ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં યોજાવવા જઈ રહેલા 30 દિવસના મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો લોકો આવશે. આ મહોત્સવમાં 1100 સંત, 40 હજાર સ્વંય સેવકો 1 મહિનો સેવા આપશે.

આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજના આ મહોત્સવમાં ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સ્વામીશ્રીને આદરાંજલિ અર્પણ કરશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. એક મહિનો ચાલનારા સમાપન મહોત્સવની યજમાની માટે સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદના પશ્ચિમ કિનારે 600 એકર વિસ્તારમાં ભવ્ય અને દિવ્ય ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.