Site icon Revoi.in

પીએમ મોદી 19 ઓક્ટોબરના રોડ ડિફેન્સ એક્સોનું ઉદ્ધાટન કરશે

Social Share

પીએમ મોદી 19 ઓક્ટોબરે ડિફેન્સ એક્સોનું ઉદ્ધાટન કરશે

અમદાવાદઃ- ડિફેન્સ એક્સ્પો2022 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનારા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન 19 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે , આ મામલે અધિકારીઓ એ માહિતી આપી હતી કે આગામી ડિફેન્સ એક્સ્પોનું  સ્કેલ છેલ્લી વખત કરતા ઘણું મોટું હશે અને સરકાર રૂ. 1.25 લાખથી વધુનું રોકાણ લાવવા માટે 400 થી વધુ સમજૂતી કરારો  પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા રાખે છે.

એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આયોજિત આ એક્સ્પોમાં 1,320 થી વધુ સંરક્ષણ કંપનીઓ ભાગ લેશે.અગાઉના આ ડિફેન્સ એક્સપોમાં લગભગ 1,028 કંપનીઓએ ભાગ લીધો હતો, જ્યારે વર્તમાન એડિશનમાં 25 દેશોના સંરક્ષણ મંત્રીઓ અને 75 દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે

જાણકારી પ્રમાણે  “ત્રણ વસ્તુઓ એક્સ્પોની હાઇલાઇટ્સ હશે. એચએએલ દ્વારા સ્વદેશી ડિઝાઇન અને વિકસિત ટ્રેનર એરક્રાફ્ટ પ્રથમ વખત એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવશે, ગુજરાતમાં ડીસા ખાતે નવા વિકસિત એરપોર્ટનું ડિજિટલી ઉદ્ઘાટન કરવામાં આવશે અને સંરક્ષણ ઉત્પાદન માટેના 75 પડકારો સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગો માટે ખોલવામાં આવશે.

સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે, “ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ દેશમાં સૌથી મોટી હશે, જેની થીમ ‘પાથ ટુ પ્રાઇડ’ હશે. આ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જેનું ઉદ્ઘાટન 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

અજય કુમારે કહ્યું, ‘આ ડિફેન્સ એક્સ્પોનો સ્કેલ દેશમાં અગાઉની કોઈપણ ઈવેન્ટ કરતાં મોટો હશે. એક્સ્પો દરમિયાન હસ્તાક્ષર કરવા માટે અત્યાર સુધીમાં 400 એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ લાવશે. આ રોકાણની પ્રતિબદ્ધતા અને એમઓયુની સંખ્યા અગાઉના એક્સ્પોમાં થયેલા કરારો કરતાં બમણી છે.” તેમણે કહ્યું કે ગુજરાતની કંપનીઓ 33 એમઓયુ પર હસ્તાક્ષર કરશે, જેમાં રાજ્યમાં રૂ. 5,500 કરોડથી વધુનું રોકાણ થવાની અપેક્ષા છે.