Site icon Revoi.in

PM મોદી આજે સાંજે BJP મુખ્યાલયની સામે બનેલા રેસિડન્સી કોમ્પલેક્ષ અને ઓડિટોરિયમનું કરશે ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજરોજ મંગળવારની સાંજે  નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રહેણાંક સંકુલ અને ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે. બીજેપી હેડક્વાર્ટરની બરાબર સામે બનેલ રહેણાંક સંકુલ અને ઓડિટોરિયમનો ઉપયોગ પાર્ટીની મોટી બેઠકો અને પાર્ટીના વરિષ્ઠ પ્રચાર નેતાઓ માટે કરવામાં આવશે. સંગઠન મહાસચિવ/મંત્રાલય સ્તરના નેતાઓને ભાજપના પોતાના રહેણાંક પરિસરમાં રહેવાની સુવિધા હશે.

ઉલ્લેખનીય છે કે  પાર્ટીની નવી હેડ ઓફિસ હવે દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત છે. દિલ્હીમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલયનું સરનામું હવે પંત માર્ગને બદલે DDU માર્ગ પર હશે, જેનો શિલાન્યાસ આજે PM મોદી કરશે. વડાપ્રધાનનો કાર્યક્રમ સાંજે 6.30 કલાકે સ્થળ પર પહોંચવાનો છે. જેમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના સાંસદો અને પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન આ કાર્યક્રમને સંબોધન પણ કરશે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે અનેક નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળશે.

વધુ માહિતી પ્રમાણે પીએમ મોદી આ સહીત આજે જ દિલ્હી ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન પણ કરવા જઈ રહ્યા છે . આ કાર્યક્રમમાં તેમની ભવ્ય ઉપસ્થિતિ જોવા મળશે. દીનદયાળ માર્ગ પર પાર્ટીનું રાજ્ય મુખ્યાલય પણ બનાવવામાં આવશે. આ કાર્યાલયનું અંતર ભાજપ મુખ્યાલયથી થોડે દૂર રહેશે. હાલમાં દિલ્હી રાજ્ય કાર્યાલય પંત માર્ગ પર કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે 18 ફેબ્રુઆરી, 2018 ના રોજ, પીએમ  મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના ટોચના નેતાઓની હાજરીમાં નવીનતમ સંચાર તકનીકોથી સજ્જ બહુમાળી નવા ભાજપ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.34 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને તેનું નવું પાર્ટી હેડક્વાર્ટર મળ્યું છે.