Site icon Revoi.in

પીએમ મોદી 6 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં ત્રણ દિવસીય ઈન્ડિયા એનર્જી વીકનું કરશે ઉદ્ઘાટન. 34 દેશા લેશે ભાગ

Social Share
  • પીએમ મોદી બેંગ્લોરમાં 6 થી ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરશે
  • આ કાર્યક્રમમાં  34 દેશો ભાગ લેશે
દિલ્હીઃ- ભારત દરેક દરેક મોર્ચે આગળ વધી રહ્યો છએ ગ્રીન એનર્જી ક્ષએત્રમાં ભારત આગળ છે ઘણા દેશો આ બાબતે ભારતના માર્ગે પણ ચાલી રહ્યા છે ત્યારે આ મામલે એક 3 દિવસીય એનર્કાજી વિક ર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજથી  કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ત્રણ દિવસીય ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે.
ઈન્ડિયા એનર્જી વીક એ G20 પ્રેસિડેન્સી હેઠળ આયોજિત થનારી પ્રથમ મોટી ઈવેન્ટ છે. તે એટલા માટે પણ મહત્વનr છે કારણ કે આવનારા વર્ષોમાં, ભારત વિશ્વના દેશોમાં ઉર્જા વપરાશ અને ઉત્પાદનમાં અગ્રેસર બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે
 ચીન, રશિયા સહિત 34 દેશોના ઉર્જા મંત્રીઓ અને રાજ્યોના વડાઓ, ઉર્જા ક્ષેત્રના 30 હજાર નિષ્ણાતો, 650 નિષ્ણાતોની હાજરી પણ જોવા મળશે આ ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતના વધતા પગલાઓને ચિહ્નિત કરતી આ ઈવેન્ટની ભવ્યતા  દર્શાવે છે.
આ  એનર્જી વિકની ઉજવણીમાં ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ, 8 હજાર પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.આ સહીત 80 સેશનમાં 500 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પોતાના મંતવ્યો રજૂ કરતા જોવા મળશે.
આ સહીત ઈન્ડિયન પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના બેનર હેઠળ યોજાઈ રહેલા આ ઈવેન્ટ અંગે મંત્રાલયના સૂત્રોએ આપેલ જાણકારી પ્રમાણે, તે વાર્ષિક ઈવેન્ટ તરીકે શરૂ કરવાની યોજના પણ ધરાવે છે.ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ગ્રીન ઊર્જા. 2030 સુધીમાં આ ક્ષેત્રમાં વિશ્વની કુલ વૃદ્ધિનો 25 ટકા હિસ્સો ભારતનો હશે.
આથી વિશેષ 13 રાજ્યોમાં 100 પેટ્રોલ પંપ પરથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે E-20 યોજના શરૂ કરશે, જેમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવામાં આવશે. આ સિવાય ઘરેલું વપરાશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર કૂકટોપ્સ, રિસાયકલ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવેલા કપડાં પણ દેશને પીએમ મોદીના હસ્તે સોંપાશે.