Site icon Revoi.in

PM મોદી 1 ઓક્ટોબરે કરશે હાઈ-સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ સુવિધાનો પ્રારંભ,જાણો શું હશે ખાસ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાનીના દ્વારકા સેક્ટર 25માં આગામી દિલ્હી મેટ્રો સ્ટેશનની ભૂગર્ભ ટનલમાંથી 5G સેવાઓના કાર્યનું નિદર્શન કરશે.વડાપ્રધાન 1 ઓક્ટોબરે હાઈ-સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા શરૂ કરશે.સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન મોદી 1 ઓક્ટોબરે અહીં પ્રગતિ મેદાન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં દેશમાં 5G સેવાઓ શરૂ કરશે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારકા વિસ્તારમાં બનેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી) સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઈનનું વિસ્તરણ કરી રહી છે.નિર્માણાધીન IICC કેમ્પસમાં ટનલનો એક ભાગ પસંદ કરવામાં આવ્યો છે,જ્યાં વડાપ્રધાનને ટનલની અંદરના 5G નેટવર્કનું પ્રદર્શન બતાવવામાં આવશે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

ટનલની અંદરના 5G સેટઅપમાં ટેલિકોમ સાધનો, કેમેરા, ઓપ્ટિકલ ફાઈબર કેબલનો સમાવેશ થાય છે.દિલ્હી મેટ્રોએ 5G પ્રદર્શન માટે સાધનો પ્રદાન કર્યા છે.