Site icon Revoi.in

PM મોદી આજે G20 સમ્મેલનમાં ભાગ લેવા રવાના થશે -અહીં 10 સહભાગી દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી જી20 સમ્મેલનને લઈને અનેક ચર્ચાઓ ચતાલી રહી છે ત્યારે હવે જી20 સમ્મેલન આગામી એક દિવસમાં શરુ થવાનું છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે આજે ઈન્ડોનેશિયાના બાલી જવા રવાના થશે.

G20 સંસ્થાના આગામી પ્રમુખ ભારત છે અને તેની આગામી બેઠક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાવાની છે. આ દૃષ્ટિકોણથી પણ પીએમ મોદીની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે  પીએમ મોદી 14 થી 16 નવેમ્બર સુધી બાલીમાં જ રહેશે. G20 સમિટ 15-16 નવેમ્બરે 2 દિવસ યોજાનાર છે. આ સાથે જ પીએમ મોદી  45 કલાક જેવો સમય અહી રોકાશે જે દરમિયાન 20 જેટલા કાર્યક્રમોમાં ભાગ લેશે.

પીએમ મોદી સહીત વિશ્વના ટોચના 20 દેશોના જૂથ G20 વડાઓની સમિટમાં હાજરી આપવા ઉપરાંત, વડા પ્રધાન 10 સહભાગી દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજનાર છે. જેમાં બહુપક્ષીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.આ  સમિટ ત્રણ સત્રમાં યોજાશે અને પીએમ મોદી અન્ય વૈશ્વિક નેતાઓ સાથે આ ત્રણ સત્રમાં ભાગ લેશે.

આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બાલી પહોંચી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ટૂંક સમયમાં બાલી પહોંચે તેવી શક્યતા છે. જી-20 સમિટ પહેલા બાડેન સાથે ક્ઝીની લાંબા સમયથી રાહ જોવાતી બેઠક યોજાવાની છે. બંને નેતાઓ વચ્ચે યુક્રેન-રશિયા યુદ્ધ, તાઈવાન મુદ્દો અને ઉત્તર કોરિયાની પરમાણુ મહત્વકાંક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.