Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે યુએઇની બે દિવસની મુલાકાતે થશે રવાના

Social Share

દિલ્હી – પીએમ મોદી  આવતીકાલે 30 નવેમ્બર ના રોજ સંયુક્ત આરબ અમિરાત- યુએઇની બે દિવસની સત્તાવાર મુલાકાતે  રવાના થશે. તેઓ દુબઇમાં યોજાનાર આબોહવામાં પરિવર્તન અંગેની કાર્યયોજના બેઠકમાં ઉપસ્થિત રહેશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના આબોહવામાં પરિવર્તન અંગેના સંમેલનમાં સહભાગી થયેલા દેશોની કોપ-28 તરીકે ઓળખાતી આ શિખર બેઠક દુબઇમાં યોજાઇ રહી છે. યુએઇની અધ્યક્ષતામાં ગઇકાલથી શરૂ થયેલી આ બેઠક આગામી 12મી ડિસેમ્બર સુધી યોજાવાની છે. દુબઇમાં યોજાઇ રહેલી બેઠકમાં થયેલી અને થનાર ચર્ચા આબોહવામાં પરિવર્તન અંગેના પડકારોનો સાથે મળીને સામનો કરવામાં મદદરૂપ થશે.

દુબઈમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર તેમાં હાજરી આપશે. પીએમ મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી બે દિવસીય દુબઈની મુલાકાતે રહશે .
વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ એ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ માટે પક્ષકારોની 28મી કોન્ફરન્સ  નો ઉચ્ચ સ્તરીય સેગમેન્ટ છે. 28 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાતની અધ્યક્ષતામાં COP-28નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે  UNFCCC ને પક્ષકારોની પરિષદ આબોહવા પરિવર્તનના સામાન્ય પડકારનો સામનો કરવા માટે સામૂહિક પગલાંને વેગ આપવા માટે એક અનન્ય તક પૂરી પાડે છે. ગ્લાસગોમાં COP-26 દરમિયાન, વડાપ્રધાન મોદીએ આબોહવાની ક્રિયામાં ભારતના અભૂતપૂર્વ યોગદાન તરીકે “પંચામૃત” નામના પાંચ વિશિષ્ટ લક્ષ્યોની જાહેરાત કરી હતી.