Site icon Revoi.in

આજથી સાસંદ ખેલ મહાકુંભના બીજા તબક્કાનો આરંભ – પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે

Social Share

દિલ્હીઃ- આજે બુધવારના રોજ પી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ ખેલ મહાકુંભનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. શહીદ સત્યવાન સિંહ સ્ટેડિયમમાં આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.વડા પ્રધાન મોદી  બપોરે 1 વાગ્યે બસ્તી જિલ્લામાં યોજાનાર સંસદ ખેલ મહાકુંભના બીજા તબક્કાનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. 

ખેલ મહાકુંભનો બીજો તબક્કો 18 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં કુસ્તી, કબડ્ડી, ખો-ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ, હેન્ડબોલ, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે આ ખેલ મહાકુંભને લઈને સ્ટેડિયમને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

30 સ્પોર્ટસ ઈવેન્ટમાં ભાગ લેનાર 53 હજાર ખેલાડીઓ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.ગ્રાઉન્ડ પર આઠ એલઈડી લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સમગ્ર ગ્રાઉન્ડ પર વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નજીકથી જોઈ શકાશે. કલરિંગની સાથે સાથે આખા ગ્રાઉન્ડ પર 20 હજાર બલૂન લગાવવામાં આવી રહ્યા છે. સ્ટેડિયમને ચારે બાજુથી બેરિકેડ કરવામાં આવ્યું છે

આ સહીત અહીં નિબંધ લેખન, ચિત્રકળાની સ્પર્ધાઓ પણ યોજાશે. આ દરમિયાન રંગોળી બનાવવાનું પણ આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની રમતની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.