Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં અમેરિકાના પ્રવાસે જશે

Social Share

દિલ્હીઃ- પીએમ  નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર આવતા મહિને અમેરિકાની મુલાકાત લેશે. તેમની અમેરિકાની મુલાકાત દરમિયાન શ્રી મોદી 22મી જૂને સ્ટેટ બેન્ક્વેટમાં હાજરી આપશે.

પીએમ મોદીની મુલાકાત અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ ઐતિહાસિક ગણાવી છે, તેમણે કહ્યું છે કે તેમની મુલાકાત બતાવશે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી લોકો-કેન્દ્રિત અને વિશ્વવ્યાપી છે. સંધુએ કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર વડાપ્રધાન મોદીની અમેરિકાની આગામી સત્તાવાર સરકારી મુલાકાત ઐતિહાસિક છે.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બિડેને સાથે મળીને આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઉર્જા અને ગતિ લાવી છે.વડાપ્રધાનની મુલાકાત બંને દેશો વચ્ચે વધતી જતી જોડાણના મહત્વને રેખાંકિત કરે છે. યુએસ પ્રમુખ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રો જેમ કે ટેકનોલોજી, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, સંશોધન, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્યસંભાળ અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા પરસ્પર સહયોગની સમીક્ષા કરશે.

આ સાથે જ ભારતીય  રાજદૂતે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને નેતાઓ માટે સાથે સમય પસાર કરવાની, પ્રગતિની સમીક્ષા કરવાની અને ભવિષ્યની અસંખ્ય શક્યતાઓ પર માર્ગદર્શન આપવાની તક હશે. આ મુલાકાત બતાવશે કે ભારત-યુએસ ભાગીદારી લોકો-કેન્દ્રિત છે અને માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ સારી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે નવી દિલ્હીમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રથમ મહિલા જીલ બિડેનના આમંત્રણ પર આવતા મહિને યુએસની સત્તાવાર મુલાકાતે જશે.

Exit mobile version