Site icon Revoi.in

PM મોદી 25 એપ્રિલે કેરળની લેશે મુલાકાત, યુવમ અભિયાનમાં ભાગ લેશે

Social Share

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને કરોડો રુપિયાની યોજનાઓની ભેંટ આપી રહ્યા છે આ શ્રેણીમાં હવે પીએમ મોદી  કેરળની મુલાકાત લેનાર છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદી  25 એપ્રિલે તેઓ કેરળના કોચી જશે, જ્યાં તેઓ યુવમ અભિયાનમાં ભાગ લેશે.

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે જેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અનિલ એન્ટની પણ આ પ્રચારમાં ભાગ લેશે. આ અભિયાન  25 એપ્રિલની સાંજથી 4 થી 7 સુધી ચાલશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન પણ હાજર રહેશે.

25 એપ્રિલે કોચીમાં સેક્રેડ હાર્ટ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ યુથ ફોર મોડિફાઈંગ કેરળદ્વારા આયોજિત યુવા સંમેલનમાં ભાગ લેવા માટે કોચીમાં હશે. કન્નડ અભિનેતા યશ  અને ઋષભ શેટ્ટી , ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઉપરાંત મલયાલમ ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ, જેમાં દિગ્દર્શક પ્રિયદર્શન પણ સામેલ થશે,.

VYMK યુથ 20 (Y20) સાથે મળીને કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે, જે G20 સભ્ય દેશોના યુવાનો માટે એક સત્તાવાર પરામર્શ મંચ છે, જેમાં વિચારોની આપ-લે, દલીલ, વાટાઘાટો અને સર્વસંમતિ સુધી પહોંચવા માટે. 18 થી 35 વર્ષની વયના લગભગ એક લાખ યુવાનો, જેમાં ટેકનીસ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો સામેલ છે, તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે.

આ સહીત પીએમ મોદી યુવામ અભિયાનમાં યુવાનો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં કેરળના એક લાખ યુવાનો ભાગ લે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે  પીએમ આજથી બે દિવસ માટે દક્ષિણ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક જશે. ભાજપ દક્ષિણ ભારતના રાજ્યોમાં પોતાનો જન આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

Exit mobile version