Site icon Revoi.in

પીએમ મોદી રવિવારે રાજસ્થાનની લેશે મુલાકાત,દૌસામાં અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન

Social Share

દિલ્હી:વડાપ્રધાન રાજસ્થાન, કર્ણાટક અને ત્રિપુરાની મુલાકાતે જવાના છે.આ મહિનામાં વડાપ્રધાનની ચૂંટણી રાજ્ય કર્ણાટકની આ બીજી મુલાકાત છે.પીએમ ત્રિપુરામાં ચૂંટણી સભાને પણ સંબોધિત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે.બપોરે 3 કલાકે દૌસામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે.તેનાથી દિલ્હી અને જયપુરની મુસાફરી સરળ બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટક અને ત્રિપુરાના પ્રવાસે જશે.સવારે 9.30 વાગ્યે કર્ણાટકના યેલાહાંકા ખાતે એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરે 2.30 વાગ્યે  અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાન પર જાહેર સભાને સંબોધશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો.આ દરમિયાન પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.તેમના પર લાગેલા આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો.તેમણે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.આ સાથે જ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર અનેક સૂચનો પણ આપ્યા હતા.તે સ્પષ્ટ છે કે વડાપ્રધાન વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે.

 

Exit mobile version