Site icon Revoi.in

પીએમ મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ- આજે 16 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી એરકવિંદ કેજરિવાલનો જન્મદિવસ છે  તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968મા હરિયાણાના એક  ગામમાં થયો હતો. આજે સીએમ કેજરીવાલ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદીએ તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવી છે.આજે તેઓ 54 વર્ષના થયા છે.ઉલ્લેખનીય છે કે  કેજરીવાલ દિલ્હીના સાતમા મુખ્યમંત્રી છે. તેઓ દિલ્હી અને પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાથ્ના કરી છે. .તેમણે શુભેચ્છાઓ માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા. હું તેમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

બાળપણમાં તેઓ એક ઉજ્જવળ વિદ્યાર્થી તરીકે તેમણે પહેલા જ પ્રયત્ને પરીક્ષા પાસ કરી અને પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરમાં એડમિશન મેળવ્યુ અને તેમણે મિકેનિકલ ઈન્જીનિયરિંગ પસંદ કર્યુ. પોતાની ડિગ્રી પૂરીં કર્યા બાદ તેમણે ટાટા સ્ટીલમાં નોકરી મેળવી, જો કે જલ્દી જ દિલની વાત માનતા તેમણે સિવિલ સર્વિસિની તૈયારી કરવા માટે નોકરી છોડી દીધી. વર્ષ 1993માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરી અને ભારતીય રાજસ્વ સેવામાં શામેલ થઈ ગયા. તેમને 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત માટે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કર્યુ અને 14 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
સીએમ કેજરિવાલ આજરોજ ગુજરાતની મુલાકાતે છે ઉલ્લેખનીય છે કે કેજરિવાલની નજર હવે ગુજરાતની આગામી ચૂંટણી પર છે તેઓ બનતા તમામ પ્રયત્નો ગુજરાતની જનતાને રિઝાવવાના કરી રહ્યા છે જે માટે તેઓ અનેક વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને આગામી ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં કરી રહ્યા છે.

Exit mobile version