Site icon Revoi.in

પીએમ મોદીએ ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી, ટ્વિટ કરીને કહ્યું ‘ અવસર સમાજમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે’

Social Share

 

દિલ્હી: આજે દેશભરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઈસ્ટરનો પર્વ મનાવી રહ્યા છએ ચ્યારે દેશના  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએઆજરોજ  રવિવારે લોકોને ઇસ્ટરની શુભકામનાઓ પાઠવી હતી . પીએમ મોદીએ ઈચ્છા જાહેર કરી હતી  કે આ ખાસ અવસર સમાજમાં શાંતિ અને સંવાદિતાની ભાવનાને વધુ ગાઢ બનાવે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવતા  લખ્યું છે કે  “આ તહેવાર લોકોને સમાજની સેવા કરવા અને વંચિતોને સશક્ત કરવામાં મદદ કરવા પ્રેરણા આપતો રહે છે.આજના આ દિવસે આપણે ભગવાન ઇસુ ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ.

સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ખૂબ જ ધામધૂમથી ઇસ્ટરની ઉજવણી કરી રહ્યા છે. આ તહેવાર વિશે એવી માન્યતા છે કે ગુડ ફ્રાઈડે પર ક્રુસ પર ચડાવવામાં આવ્યા પછી ત્રીજા દિવસે, ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું.જેને ઈસ્ટરના પ્રવ તરીકે ગણવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા લોકો માટે ઈસ્ટરનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુડફ્રાઈડે ના ત્રીજા દિવસે ઉજવવામાં આવતા આ તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઈસુને ગુડ ફ્રાઈડેના દિવસે ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા, બાદમાં ત્રીજા દિવસે તે ફરી જીવતા થયા હતા, તેથી લોકો આ દિવસને ઇસ્ટર તરીકે ઉજવે . એવું માનવામાં આવે છે કે આ દિવસે, ઉજવણી તરીકે, લોકો ચર્ચમાં જાય છે અને વિશેષ પ્રાર્થના કરે છે. આ સિવાય લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મીણબત્તીઓ પ્રગટાવે છે. આ ખાસ દિવસે લોકો એકબીજાને ઈંડા ભેટમાં આપે છે.

Exit mobile version