Site icon Revoi.in

છઠ્ઠના પર્વની PM મોદીએ શુભેચ્છા આપતા કહ્યું, ‘ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશિર્વાદથી દરેકનું જીવન પ્રકાશિત થાય’

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક વાર તહેવારના દિવસો દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા હોય છએ જ્યારે આજે દેશના છઠનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજના આ પર્વની પીએમ મોદીે શુભકામનાઓ પાઠવી છે,ઉલ્લેખનીય છે કરે આજે છઠના પ્રવ પર થમતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે છઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ભગવાન ભાસ્કરની આભાથી દેશના દરેક વ્યક્તિનું જીવન પ્રકાશિત થઈ ઉઠે.

વડાપ્રધાન  મોદીએ છઠના તહેવારે ટ્વિટ કરીને લખ્યું છે કે , ‘સૂર્ય ભગવાન અને પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત તમામ દેશવાસીઓને છઠના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી દરેકનું જીવન સદાય પ્રકાશિત રહે, એ જ કામના.