Site icon Revoi.in

દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કારની સમગ્ર ટીમને પીએમ મોદીએ પત્ર લખીને પાઠવી શુભેચ્છાઓ

Social Share

દિલ્હીઃ-પીએમ નરેન્દ્ર મોદીએ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સને શુભેચ્છાઓ પાઠવી છે, પીએ મોદીએ એવોર્ડસની ટીમને એક ખાસ પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી  છે.

દાદા સાહેબ ફઆળકે એવોર્ડનું 5મું સંસ્કરણ ભારતીય સિનેમાનો સૌથી મોટો પર્વ છે. 20 ફેબ્રુઆરીના રોજ મંબઈમાં દાદાસાહેબ ફાળકે ફિલ્મ મહોત્સવ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ પ્રસંગને લઈને દેશના વડા પ્રધાન મોદીએ દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ અવૉર્ડ્સની સમગ્ર ટીમને એક ખાસ પત્ર લખીને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે.

વડા પ્રધાન મોદીએ પત્રમાં લખ્યું છે કે,દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021 અંગે જાણીને ખુશી થાય છે,આ પુરસ્કાર દ્વારા આપણે દાદાસાહેબ ફાળકેના વારસાની ઉજવણી કરીએ છે, તેઓ એક સાચા સ્વપ્નદ્રષ્ટા હતા. ભારતીય સિનેમામાં તેઓની શાનદાર યાત્રા અને અગ્રણી ભૂમિકાનેભૂલાય તેમ નથી, તમામ અવૉર્ડ વિજેતાઓને  આ બાબતે શુભકામનાઓ.

વડા પ્રધાન મોદીના આ પત્રને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા તેમના ટ્વિટર અકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. આ શૅર કરતાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021ની ભવ્યતા માટે અમને તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લહાવો મળ્યો છે. તમે એક મહાન સ્વપ્નદ્રષ્ટા છો

સાહિન-