Site icon Revoi.in

પીએમ મોદીનું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સંબોધન -કહ્યું, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ધારણા મજબૂત બનવી જોઈએ’

Social Share

દિલ્હીઃ-આજ રોજ દેશની અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટી  તોપાનું શકાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે  ખાસ પ્રસંગે ઈતિહાસમાં 56 વર્ષના સમયગાળા બાદ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું છે, જ રોજ પીએમ મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના શતાબ્દી સમારોહનો ભાગ બન્યા હતા.

પીએમ મોદીએ 5 દાયકાના સમયગાળા બાદ આ યુનિર્વસિટીમાં કોઈ કાર્યક્રમમાં કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યપું હતું કે, AMUની દીવાલોમાં દેશનો એક ઈતિહાસ છે. આ સ્થળેથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં આપણા  દેશનું નામ રોશન કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આ યૂનિવર્સિટીના કેમ્પસમાં એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ધારણા મજબૂત થવી જોઈએ.

 પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે સર સૈયદનો સંદેશ કહે છે કે,તમામની સેવા કરવામાં આવે  તે પછી કોઈ પણ ધર્મનો હોય. દેશની સમૃદ્ધિ માટે તેમનો વિકાસ થવો જરૂરી છે.દેશમાં નાગરિકને કોઈ પણ ભેદભાવ વગર તમામ વિકાસના લાભો મળી રહ્યા છે. બંધારણના અધિકારીઓને લઈને દરેક લોકો નિશ્ચિત રહે કારણ કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસએ સૌથી મોટો મંત્ર છે.

આ સાથે જ વડા પ્રધાન મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને યુનિવર્સિટીના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ રહ્યા હતા આ સાથે જ આ પ્રસંગને યાદગાર બનાવવાના હેતુંથી વડાપ્રધાન એક વિશેષ પોસ્ટલ ટિકિટ પણ જારી કરી છે.

સાહિન-