Site icon Revoi.in

PM મોદીનું 21 એપ્રિલે રાષ્ટ્રને સંબોધન,400મા પ્રકાશ પર્વ પર લાલ કિલ્લા પરથી આપશે સંદેશ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે.માનવામાં આવે છે કે આ દિવસે પીએમ મોદી દુનિયાભરના શીખ સમુદાયના લોકોને ખાસ સંદેશ આપી શકે છે.

આ પહેલા 9 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકાશ પર્વ નિમિત્તે શીખોના 10મા ગુરુ ગોવિંદ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને સંબોધિત કરતા ગુરુવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,તેમનું જીવન અને સંદેશ લાખો લોકોને શક્તિ આપે છે.પીએમ મોદીએ કહ્યું હતું કે,તેઓ હંમેશા ખુશ રહેશે કે તેમની સરકારને ગુરુ ગોવિંદ સિંહની 350મી જન્મજયંતિ ઉજવવાની તક મળી.

Exit mobile version