Site icon Revoi.in

મહિલા સમ્માન બચત પ્રમાણપત્રમાં વધુ સંખ્યામાં જોડાવા મહિલાઓને પીએમ મોદીની અપીલ

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથઈ સત્તામાં આવ્યા છે ત્યારથી દેશના છેવાડાના નાગરિકોને તમામ લાભ પહોંચી રહે તેવા પ્રયત્નો સફળ બની રહ્યા છએ આ સાથે જ મહિલાઓને લઈને પણ અનેક વિકાસના કાર્યો પાર પાડવામાં આવ્યા છે.ત્યારે હવે પીએમ મોદીએ મહિલાઓને ખાસ અપીલ કરી છે.

મહિલાઓને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર સાથે વધુ સંખ્યામાં જોડાવા  માટે પીએમ મોદીએ અપીલ કરી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે આ યોજના દેશની મહિલા શક્તિને ઘણા લાભ આપશે. આ બચત પ્રમાણપત્ર માટે શ્રીમતી ઈરાનીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોસ્ટ ઓફિસ, દિલ્હીમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું આ યોજનાનો ખાસ  ઉદ્દેશ્ય મહિલાઓના નાણાકીય સમાવેશ અને તેમને વધુ સારા લાભ આપવાનો છે.

આ સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ  મહિલાઓ અને યુવતીઓને આ નાની બચત યોજનામાં જોડાવા અને તેનો લાભ લેવા અપીલ કરી હતી.ત્યારે તેમના ટ્વિટ પર પીએમ મોદીએ પણ દેશની મહિલાઓને આમા વધુને વધુ સંખ્યામાં જોડાવવા માટે અપીલ કરી છે.

શું છે આ મહિલા બચત યોજના?

2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે મહિલાઓ માટે ખૂબ જ ખાસ બચત યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજના છે. જે ઓછા સમયમાં મહિલાઓની બચત પર ઉત્તમ વ્યાજ આપે છે.આ સહીત મહિલાઓ માટે શરૂ કરાયેલ નાની બચત યોજના ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ દેશની તમામ મહિલાઓ માટે 1 એપ્રિલ, 2023 થી શરૂ થઈ ચૂકી છે. આ યોજના દેશભરની 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે.જેનો મહિલાઓ લાભ લઈ શકે છે.

 

Exit mobile version